વઢવાણ: દાજીરાજ હાઈસ્કૂલમાં મોટા વૃક્ષો ધરાશાયી થવાની દહેશત વૃક્ષોનું ટ્રીમિંગ કરવા સ્થાનિકોની માંગ
વઢવાણ માં આવેલ દાજીરાજ હાઈસ્કૂલમાં અંદાજે 50 થી વધુ વૃક્ષો આવેલા છે. આ વૃક્ષો હાલ ખૂબ મોટા થઈ ગયા હોવાથી અને રસ્તા પર નમી ગયેલા જોવા મળે છે ભારે પવનમાં આ વૃક્ષો ધરાશાયી થવાથી અકસ્માત કે દુર્ઘટના સર્જાવાનો ભય છે ત્યારે આ વૃક્ષો નું ટ્રિમિંગ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.