ભુજ: કોડકી-નારાણપરમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી
Bhuj, Kutch | May 9, 2026 કચ્છ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે ગાય દોહી, હળ ચલાવ્યું અને બળદગાડું ચલાવી ગ્રામ્ય જીવનના સંસ્મરણો તાજા કર્યા હતા. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ સમજાવી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને જીવામૃત આધારિત ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. સાથે જ જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિ અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.