દિયોદર તાલુકા વિસ્તરણ અધિકારી જયેશભાઈએ આજે દિયોદર શહેરની પ્રાથમિક સરકારી શાળા નંબર 1ની મુલાકાત લીધી હતી. તેમણે શાળાના પી.એમ. પોષણ કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન, અધિકારીએ વિવિધલક્ષી શિક્ષણ, બાળકોના આરોગ્ય અને ભોજન સહિતની બાબતોનું સુપરવિઝન કર્યું હતું. તેમણે બાળકો સાથે સમૂહ ભોજન પણ લીધું હતું.ભોજન બાદ, જયેશભાઈએ બાળકો સાથે વિચારગોષ્ઠી કરી હતી. તેમણે ભોજનની ગુણવત્તા અંગે પણ ચર્ચા કરી હતી. અધિકારીએ બાળકો સાથે વિચાર ગોષ્ઠિ કરી હતી