વનમાલા ગામે ચાર વર્ષ પહેલા પ્રાથમિક શાળા તોડી પાડવામાં આવી હતી. અને હાલ ધોરણ એક થી આઠ ના બાળકો માટે માત્ર એક જ ક્લાસ હોવાથી બાળકો શાળાની બહાર કંપાઉન્ડમાં અને ગેલેરીમાં બેસીને શિક્ષા મેળવી રહ્યા છે. શાળા માં પાણી ની ટાંકી પણ તૂટીલો હાલતમાં છે. ટોયલેટ બાથરૂમ ના દરવાજા પણ ખખડધજ હાલત માં છે. બાળકો ને ઠંડી હોય કે ગરમી હોય કે પછી વરસાદ શાળા માં અભ્યાસ કરતા બાળકોની ખુલા માં બેસી ને શિક્ષા મેળવવા મજબૂર બન્યા છે.