ગોધરા: ગોધરામાં બંધ કંટ્રોલ રૂમના શટરના લોક તોડી બે મોંઘા AC અને કોમ્પ્રેસરની ચોરી: અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ
ગોધરા-અમદાવાદ ક્રોસિંગ પાસે આવેલા નેશનલ હાઈવે લોજીસ્ટીક મેનેજમેન્ટ/DRAIPL કંપનીના બંધ કંટ્રોલ રૂમને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા છે. ગત ૨૬ એપ્રિલથી ૦૨ મે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ કંટ્રોલ રૂમનું શટર તોડી, અંદર રાખેલા આશરે ₹૭૫,૦૦૦ ની કિંમતના HITACHI કંપનીના ૧.૫ ટનના બે એસી તથા બે કોમ્પ્રેસરની ચોરી કરી હતી. આ બનાવ અંગે વડોદરાના રહીશ ભાવિકભાઈ વિનોદચંદ્ર મોઢ દ્વારા ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવ