વઢવાણ: સુરેન્દ્રનગર શહેરમાં કુલ 22 ફટાકડાના સ્ટોલ ને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી
સુરેન્દ્રનગર શહેરમાં ફટાકડાના વેચાણ માટે અંદાજે 26 જેટલા અરજદારો દ્વારા અરજી કરવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા ફાયર સેફટીની સુવિધા સહિતની બાબતોને ધ્યાને રાખી ફાયર વિભાગના રિપોર્ટ દ્વારા કુલ 22 સ્ટોલ ધારકોને મંજૂરી આપવામાં આવી છે.