ધાનેરા: નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો.
ધાનેરા નજીક નેનાવા ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. રાજસ્થાન તરફથી આવી રહેલા આ ટ્રકમાંથી રૂ. 11.26 લાખની કિંમતની 4704 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.