કડી: કડી તાલુકાના સેદરાણા ગામે વીજળી પડતા ત્રણ અબોલ ગાયના મોત નિપજ્યા
Kadi, Mahesana | Sep 29, 2025 ૨૮ સપ્ટેમ્બરને રવિવારના રોજ કડી પંથકમાં વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. રવિવારની સાંજે કડી તાલુકાના સેદરાણા ગામે ભરવાડ જેરામભાઈ રઘુભાઈ ના વાડામાં બાંધેલી ગાયો ઉપર વીજળી પડતા ત્રણ ગાયોના મોત નિપજ્યા હતા.પશુપાલન અને ખેતીવાડનો વ્યવસાય કરતા ભરવાડ જેરામભાઈ રઘુભાઈની ગાયો વાડામાં બાંધેલી હતી તે સમયે અચાનક વીજળી પડતા ત્રણેય ગાયોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.આ ઘટનાની જાણ થતા તલાટી ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા.