નડિયાદ: પશ્ચિમ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલ હવાલે કરાયો
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. નડિયાદના નાયબ પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પશ્ચિમ પોલીસ દ્વારા શહેરના લીસ્ટેડ બુટલેગર ઈકબાલ પૂર્વે મુન્ના પઠાણ વિરુદ્ધ પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરી મેજિસ્ટ્રેટની મોકલી આપવામાં આવી હતી જે મંજૂર થતાં આરોપી ની અટકાયત કરી ભાવનગર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો