નડિયાદ: અમન વિલા ખાતે વર વધુ વિનાના ફેક વેડિંગ યોજાયા,600 થી વધુ લોકો નકલી લગ્નમાં થયા શામેલ
નડિયાદમાં સૌપ્રથમ વખત ફેક વેડિંગનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં 600 થી વધુ લોકો જોડાયા અને હલ્દી થી માંડી તમામ રસમનો આનંદ માણ્યો. આ ઇવેન્ટમાં લગ્નની જેમ હલ્દી, મહેંદી, ત્યારબાદ જોરદાર વરઘોડો યોજાયો ડીજેના તાલે લોકોએ ધૂમ મચાવી. સિંગલ હોય કે કપલ કે પછી ફેમિલી તમામ લોકો સજીવ ધજીને આ નકલી લગ્નનો આનંદ માણ્યો હતો.