નગરા ગામે પ્રેમલગ્નની અદાવતમાં બે ભાઈઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે.નગરાના વ્હોરવાડમાં મોટી મસ્જિદ પાસે ઝઘડો થયો હતો. જેમાં વાજીદ વ્હોરા અને મૈયુદ્દીન વ્હોરા નામના શખ્સોએ પ્રેમ લગ્નની અદાવતમાં બે ભાઈઓ પર હુમલો કરી લોખંડની પાઈપ-લાકડાના ફાયરા વડે માર મારવામાં આવ્યો હતો. જેમાં સફીમહંમદને માથામાં લોખંડની પાઈપ મારી દેતાં લોહીલુહાણ થઈ જતા માથામાં 8 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને વાજીદે લાકડાનો ફાચરો મહંમદહનીફને જમણા હાથના પંજા ઉપર માર્યો હતો.