કડી: કડી કલ્યાણપુરા રોડ પર આવેલ નાનીકડી ડી.જે પટેલ કન્યા વિદ્યાલય સામે ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતાં મહિલાનું કરુણ મોત
Kadi, Mahesana | Oct 29, 2025 આજે 29 ઓક્ટોબરના રોજ સાંજના સમયે કડી શહેરના કલ્યાણપુરા રોડ પર આવે નાનીકડી ડી.જે કન્યા છાત્રાલય સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં સાણંદ તાલુકાના દવેડી ગામના મુકેશભાઇ ઠાકોર અને તેમના પત્ની સજન બેન ઠાકોર (ઉંમર 40 વર્ષ)નાની કડી જકાતનાકા પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ તેમનાં સંબધીની ખબર કાઢી બાઈક પર ઘરે ફરી રહ્યા હતા.ત્યારે રાજસ્થાન પાર્સિંગના ટ્રક નં.RJ36 GA 4730 ના ચાલકે બાઈકને ટક્કર મારતાં સજનબેન ટ્રકના પાછળના ટાયરમાં આવી ગયા હતાં.