ગોધરા: નગરપાલિકામાં અપક્ષોનો રાફડો: 44 બેઠકો માટે 186 ફોર્મ ભરાયા, જેમાં 78 અપક્ષ ઉમેદવાર
પંચમહાલ જિલ્લાની ,2 નગરપાલિકાઓની આગામી સામાન્ય ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને ગોધરા નગરપાલિકામાં આ વખતે ચૂંટણી જંગ ખૂબ જ રસપ્રદ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.ગોધરા નગરપાલિકાની કુલ 44 બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ 186 ઉમેદવારી પત્ર ભરાયા છે. આ આંકડાઓમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, મુખ્ય રાજકીય પક્ષો કરતા અપક્ષ ઉમેદવારોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. કુલ ફોર્મમાંથી 78 જેટલા