ગોધરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકજન શક્તિ પાર્ટી (રામવિલાસ) દ્વારા ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરવામાં આવી છે
6 એપ્રિલ સોમવાર ના રોજ અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષસ્થાને લોકજન શક્તિ પાર્ટી (રામવિલાસ) ની અમદાવાદ સ્થિત પ્રદેશ સંગઠન કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પક્ષની રણનીતિ નક્કી કરવામાં આવી હતી અને મહત્વના બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, પાર્ટી દ્વારા બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતરાવવાની જાહેરા કરવામાં આવી છે