ખંભાત: નગરમાં નાયબ કલેક્ટર અને રિઝનલ ઓફિસરની અધ્યક્ષતામાં મેસર્સ નેક્સેલોન કેમ પ્રાઇવેટ કંપનીની લોક સુનાવણી યોજાઈ.
Khambhat, Anand | May 28, 2025 આખોલ ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મેસર્સ નેક્સેલોન કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની નાયબ કલેક્ટર કુંજલ શાહ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ઇન્ચાર્જ રિઝનલ ઓફિસર વી.એમ.પનહાલકરની અધ્યક્ષતામાં લોકસુનાવણી યોજવામાં આવી હતી.જે દરમિયાન આસપાસના ગામના સરપંચો, ગ્રામજનો, કંપનીના માલિકો, હાજર રહ્યા હતા.સુનાવણી દરમિયાન 1000 માણસોને રોજગારીની તકો ઊભી કરનાર કંપનીને આવકારી હતી.તેમજ લાયકાત ધરાવતા સ્થાનિકોને રોજગાર આપવા રજૂઆત કરી હતી.