ગોધરા: ગોધરા તાલુકાના કાંકણપુરમાં ઓનલાઈન ફ્રોડ: બેંક ખાતામાંથી ₹૧.૬૩ લાખથી વધુની છેતરપિંડી, પોલીસ ફરિયાદ દાખલ
ગોધરા તાલુકાના કાંકણપુર ગામે ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા અને ખેતી તેમજ ડિશ ટીવી રીચાર્જનો વ્યવસાય કરતા ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ ઠાકોરના બેંક ઓફ બરોડાના ખાતામાંથી ગત ૩ અને ૪ જૂનના રોજ તેમની જાણ બહાર ₹૧,૬૩,૬૮૮ ઉપડી ગયા હતા. અજાણ્યા ગઠિયાઓએ આ રકમ બે અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી, જેમાં બંધન બેંકમાં ₹૯૮,૯૯૯ અને બેંક ઓફ બરોડાના અન્ય ખાતામાં ₹૬૪,૬૮૯ જમા થયા હતા. આ ઓનલાઈન વિશ્વાસઘાત અંગે ધર્મેન્દ્રસિંહે કાંકણપુર પોલીસ મથકે ફ