ગોધરા: શહેર બી ડિવિઝન પોલીસમથકે નોંધાયેલા રાયોટીંગના ગુનામાં વોન્ટેડ આરોપી દારુસલામ મસ્જિદ પાસેથી ઝડપાયો
ગોધરા ખાતે ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચર્ચાસ્પદ રાયોટિંગ કેસમાં વોન્ટેડ આરોપી યુનુસ મુસા મદારાને પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે બાતમી આધારે દારૂ સલામ મસ્જિદ નજીકથી ધરપકડ કરી. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલ હતો. હાલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.