વઢવાણ: સુરેન્દ્રનગર ખાતે યોજાનાર શૌર્ય યાત્રા અંગે રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્રના આગેવાને લોકોને મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી
સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે દશેરા પર્વ નિમિતે યોજાનાર શૌર્ય યાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહેશે ત્યારે આ અંગે રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્રના આગેવાન જયદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી લોકોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કર્યુ હતું.