ગોધરા: ગોધરામાં ગૌ-તસ્કરીના વિરોધમાં ગૌરક્ષકો અને ભરવાડ સમાજ લાલઘૂમ: રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
ગોધરા શહેરમાં ગૌ-તસ્કરી અને ગેરકાયદેસર કતલખાનાઓના વિરોધમાં ગૌરક્ષકો અને ભરવાડ સમાજ દ્વારા રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રજૂઆતમાં શહેરમાં વધી રહેલી ગૌ-વંશની હેરાફેરી અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. રેલી દરમિયાન ગૌ-રક્ષાના સૂત્રોચ્ચાર સાથે તંત્ર સમક્ષ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રતિનિધિઓએ ગૌ-વંશને આસ્થા અન