ગોધરા: ગોધરા તાલુકાના પોપટપુરા ગામની સીમમાં જુગારધામ પર પોલીસનો દરોડો: એક આરોપી ઝડપાયો, બે ફરાર
ગોધરા તાલુકાના પોપટપુરા ગામની સીમમાં પોલીસે જુગારધામ પર દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ખુલ્લા ખેતરમાં રેઇડ કરતાં કેટલાક લોકો ગંજીપાનાના પત્તા વડે જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસને જોઈ અન્ય બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ઇમરાન ઇસ્માઇલ પઠાણને ઝડપી પાડી જુગારના સાધનો અને રોકડ મળી કુલ રૂ. 1700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા તપાસ શરૂ કરવામાં આવી છે.