ભાવનગર: એલસીબી ની ટીમે નારી ગામ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે નારી ગામ નજીક નેશનલ હાઇવે પર છાપો મારી છોટા હાથી લોડિંગ ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો સાથે રાહુલકુમાર સોલંકી અને ધર્મેશભાઇ રત્નોતરને ઝડપી પાડ્યા છે, જ્યારે બે શખ્સો ફરાર છે. કબ્જામાંથી ઇંગ્લીશ દારૂની 1392 બોટલો, 912 બિયર ટીન, છોટા હાથી ગાડી સહિત કુલ રૂ. 5,63,470/- નો મુદ્દામાલ મળ્યો છે. આરોપીઓ સામે વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.