રાજુલા: રાજુલા–જાફરાબાદ સહિત જિલ્લામાં હવે પોલીસને જાણ કર્યા વગર ગાર્ડ–ગનમેન–સુપરવાઇઝર નોકરી પર નહીં રાખી શકાઇ
Rajula, Amreli | Sep 25, 2025 કાયદો અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. હવે પછી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી કે સંસ્થા કોઈ પણ ગાર્ડ, ગનમેન કે સુપરવાઇઝરને પોલીસ વેરીફિકેશન કર્યા વગર નોકરી પર રાખી શકશે નહીં.