ખેડા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં સ્થિત વેરહાઉસમાં થી કંપનીનો ડ્રાઇવર કરોડો રૂપિયાની ચોરી કરી ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે.આ અંગે ખેડા ટાઉન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ મુંબઈ સ્થિત ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા iphone ipad એરપોર્ટ સહિત તમામ 2.23 કરોડની કિંમતની મોબાઈલ કંપનીની પ્રોડક્ટસ એક કન્ટેનરમાં ભરીને મુંબઈથી ખેડા વેરહાઉસ શોધી લાવવામાં આવતી હતી. આ સાથે કંપનીની એસ્કોર્ટ સિક્યુરિટી પણ હાજર હતી.