ગોધરા: ગોધરા શહેરમાં ભુરાવાવ વિસ્તારમાં ચક્કર આવતા પડી જવાથી આધેડનું મૃત્યુ
ગોધરાના ભુરાવાવ ચોકડી વિસ્તારમાં એક આધેડનું ચક્કર આવી પડી જવાથી મોત નીપજ્યું છે. મૂળ વાઘજીપુર કતારા ફળિયાના રહેવાસી જુવાનભાઈ જવરાભાઈ વાદી ૧ જૂનના રોજ સવારે ભુરાવાવ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ જમીન પર પટકાયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું કરૂણ મોત થયું હતું. આ બનાવ અંગે ગુલાબભાઈ લક્ષ્મણભાઈ વાદીએ જાણ કરતા ગોધરા શહેર "એ" ડિવિઝન પોલીસે એડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપ