ભાવનગર શહેર: ટોપ થ્રી સર્કલ નજીક આવેલી સોસાયટી પાસે વીજ પોલ સાથે ગાયને શોક લાગતા મોત નીપજ્યું, લોકોમાં રોષ ફેલાયો
Bhavnagar City, Bhavnagar | Jul 7, 2026
ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલ નજીક આવેલી એક સોસાયટી પાસે વીજ શોક લાગતા ગાયનું મોત નીપજ્યું. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકો અને માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. વરસાદને લઈને પીજીવીસીએલના ટીસીના વીજ પોલમાં શોખ સર્કિટ થતા ગાયને શોખ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે ઘટનાને લઈને સ્થાનિક લોકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.