ગાંધીનગર: ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલની બેઠક મંત્રી રૂષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ
રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે GCASની રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયા પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પોર્ટલમાં કેટલીક ત્રુટિઓમાં સુધારો કરીને શૈક્ષણિક વર્ષ 2025-26 માટે વધુ સુગમ અને સરળ બનાવવા અને રાજ્યના એકપણ વિદ્યાર્થીને એડમિશન પ્રક્રિયામાં અગવડ ન પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મંત્રીશ્રી ઋષિકેશ પટેલે સૂચના આપી હતી.