ગોધરા: શહેરમાં પરણિતાના આત્મહત્યા મામલે કુલ ૪ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો, DySP એ માહિતી આપી
ગોધરાના બામરોલી રોડ પર આવેલી સત્યમ સોસાયટીમાં રહેતી પરણિતા ગાયત્રીબેન સચિન રાવળ એ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાના ચકચારી બનાવમાં ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસ મથકે ચાર લોકો વિરુદ્ધ મરવા માટે દુષ્પ્રેરણ નો ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતક ગાયત્રીબેન સચિન રાવળ બે સંતાનોની માતા હતા. ગત ૨જી મે, શનિવારના રોજ તેમણે પોતાના જ ઘરમાં પંખાના હૂક સાથે ઓઢણી બાંધીને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે શોકનો માહોલ છ