વઢવાણ: ચેક રિટર્ન ના 3 કેસમાં જામનગરના શખ્સ ને સુરેન્દ્રનગર કોર્ટે 1 વર્ષની સજા ફટકારી
જામનગરના કેશુભાઈ બી.રાઠોડે સુરેન્દ્રનગર ના ઘનશ્યામભાઈ મોહનભાઈ પટેલ પાસેથી અલગ અલગ સમયે કુલ રૂપિયા 13 લાખ ઉછીના લઈ તે પેટે ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા આ અંગે સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો જે કેસ ચાલી જતા કોર્ટે ચેક રિટર્ન કેસમાં કેશુભાઈ ને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સજા તેમજ ચેકની રકમ ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો હતો.