કડી: કડી શહેરના પટેલ ભુવન પાસે છેલ્લાં 6 મહિના થી બિનવારસી હાલતમાં મોટરસાયકલ પોલીસને મૌખિક રજૂઆત કરાઈ
Kadi, Mahesana | Sep 15, 2025 કડી શહેરના પટેલ ભુવન વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી બિનવારસી હાલતમાં એક મોટરસાયકલ નંબર GJ02AQ 3942 પડેલ હોય તે કોનું છે?તે જાણી શકાયું નથી. સ્થાનિક સૂત્રો દ્વારા તેમજ સ્થાનિક વ્યાપારીઓ અને લારીવાળાઓ દ્વારા પોલીસ ને મૌખિક રજૂઆત કરી છે.પરંતુ આજ દિન સુધી આ મોટરસાયકલ નો કોઈ ઉકેલ આવ્યો નથી.શું આ ચોરી નું બાઈક છે? શું આ કોઈ ગુનાહિત પ્રવૃતિમાં વપાયેલ હોવાથી કોઈ બિનવારસી મૂકી ગયેલ છે? એવા પ્રશ્નો સ્થાનિકોમાં ઊઠવા પામ્યા છે.આ બાઈક ની યોગ્ય તપાસ કરવા માંગ.