અમદાવાદ શહેર: અમદાવાદની સાબરમતી જેલમાં 3 કેદીએ ISISના આતંકીને મારમાર્યો
અમદાવાદની સાબરમતી જેલમાં 3 કેદીએ ISISના આતંકીને મારમાર્યો...આંખમાં ઈજા પહોંચતા અહેમદ સૈયદને સિવિલ લઈ જવાયો... બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો...ગત 9 નવેમ્બર 2025ના રોજ ગુજરાત ATSએ પકડેલા ISISના 3 આતંકીને સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યા છે. જ્યાં આતંકી અહેમદ સૈયદને આજે ત્રણ અન્ય કેદી સાથે માથાકૂટ થતા તેમણે અહેમદ સૈયદને માર માર્યો હતો.