લીંબડી: લીંબડી હાઇવે પર શિયાણી સર્કલ પાસે ટ્રક ચાલકે બેફિકરાઈ થી ટ્રક ચલાવી ST બસ સાથે અથડાવી અકસ્માત સર્જી નાશી છૂટ્યાની ફરિયાદ
લીંબડી હાઇવે પર શિયાણી સર્કલ પાસે ઓવરબ્રીજ ના બમ્પ પાસે પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે તેનો ટ્રક પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી અમદાવાદ લીંબડી રાજકોટ રૂટ ની એસટી બસ સાથે અથડાવી અકસ્માત સર્જી બસ ને નુકસાન પહોંચાડી ટ્રક લઇ ભાગી છુટ્યા ની ફરિયાદ એસટી બસ ચાલક ગોપાલ અમરાભાઇ રબારી એ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.