ગોધરા: ગોધરામાં ચર્ચાસ્પદ રાયોટીંગના ગુનામાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી 'સિક્કો' એસઓજીની પકડમાં.
ગોધરામાં ચર્ચાસ્પદ રાયોટીંગ કેસમાં લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપી સાહીદ જાવેદ સિદ્દીકી ઉર્ફે ‘સિક્કો’ને પંચમહાલ એસઓજી ટીમે ઝડપી પાડ્યો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાસતા આરોપીઓને પકડવા માટે એસઓજી સક્રિય બની હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રહેમતનગર પ્રાથમિક શાળા નજીક ખુલ્લા મેદાનમાં દરોડો પાડી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.