ઠાસરા: ગોધરા ડાકોર રોડ પરનો મહિસાગર બ્રિજ ઝડપથી ચાલુ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું
Thasra, Kheda | Sep 23, 2025 ગળતેશ્વર તાલુકાના સેવાલિયા માં આવેલ મહીસાગર નદી પરનો જૂનો બ્રિજ વહેલી તકે ચાલુ કરવાની માંગ ઉઠવા પામીછેલ્લા બે મહિના જેટલા સમયથી મહીસાગર નદી પરનો ખેડા અને પંચમહાલ જિલ્લા ને જોડતો જૂનો બ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવ્યો હતો બે મહિના જેટલો સમય વિત્યા બાદ હવે આસપાસ ના ગ્રામજનો ની સહનશીલતા પણ ખૂટી હોય તેમ લાગી રહ્યું છે આસપાસ ગ્રામજનો અને ક્વોરી ઉદ્યોગકારો દ્વારા આજરોજ ઠાસરા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું