ગોધરા: ખરસાલીયા ફાટક પાસે વાહનચાલકોને મોટી રાહત: બ્રીજ નીચેના બિસ્માર સર્વિસ રોડનું સમારકામ આજથી યુદ્ધના ધોરણે શરૂ"
ખરસાલીયા ફાટક પાસે બની રહેલા ઓવરબ્રીજને કારણે લાંબા સમયથી હાલાકી ભોગવી રહેલા વાહનચાલકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. બ્રીજની કામગીરી ચાલુ હોવાથી બાજુમાં આવેલો સર્વિસ રોડ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો હતો, જેનું સમારકામ આજથી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.