અમદાવાદ જિલ્લાના ધોળેરા પંથકમાં ધાંધલી હોટલ નજીક સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મૂળ ધોળેરાના ઓતારિયા ગામના અને હાલ સુરતમાં રહેતા એક પરિવારની કાર અકસ્માતનો ભોગ બની હતી.
અકસ્માત બાદ કારમાં અચાનક આગ લાગી હતી અને થોડી જ વારમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર યુવક અને તેના પિતાનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે યુવકની પત્ની અને એક વર્ષનો પુત્ર ગંભીર રીતે દાઝી જતા બંનેના પણ ઘટના સ્થળે જ મોત થયા હતા.
આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર માતા-પુત્રના પણ મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ધોળેરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Udhna, Surat | Jul 29, 2026