રાપર: દિવાળી તહેવારની બજારમાં ભીડ વચ્ચે આખલાઓનો આતંક,બજારમાં આખલા યુદ્ધથી લોકોના જીવ અધ્ધર,શહેરે કોંગ્રેસ પ્રમુખે આક્ષેપો કર્ય
Rapar, Kutch | Oct 13, 2025 હાલ દિવાળીના પર્વ નિમિતે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં દૂર દૂર ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ખરીદી કરવા પહોંચે છે.. આ વચ્ચે બજારમાં રખડતાં ઢોરની સંખ્યા વધી જતાં વાહનચાલકો, રાહદારીઓનું ટેન્શન વધી રહ્યું છે.રાપરના સતત ધમધમતા માલી ચોક સિયારિયા વાસ વચ્ચેની બજારમાં આજે સાંજે 4 ના અરસામાં બે ખૂંખાર આખલા સામસામે શિંગડે ભેરવી બાથે ચઢતાં રાહદારીઓના જીવ અધ્ધર થઇ ગયા હતા. આ આખલા યુદ્ધમાં પાર્ક વાહન અડફેટે ચડતા નુકસાન પહોંચ્યું હતું