વલસાડમાં જાહેર આરોગ્ય સાથે ચેડાં: NH-48 પર હજારો એક્સપાયર થયેલા પેકેટોનો ગેરકાયદેસર નિકાલ
વલસાડ નજીક સરોધી પાસે નેશનલ હાઈવે 48 પરના સર્વિસ રોડની બાજુમાં આવેલી ગટરમાં કોઈ કંપની દ્વારા હજારોની સંખ્યામાં એક્સપાયર થયેલા ખાદ્ય પદાર્થોના પેકેટો ફેંકી દેવામાં આવ્યા છે. આ સ્થળે અંદાજે 3,000 થી 5,000 જેટલા પેકેટો બેજવાબદારીપૂર્વક ફેંકવામાં આવ્યા છે, જે જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે છે. જો કોઈ વ્યક્તિ અજાણતામાં આ પેકેટોનો ઉપયોગ કરે તો તેની ગંભીર જવાબદારી કોની? તંત્ર દ્વારા આ મામલે સખત કાર્યવાહી કરી જવાબદાર કંપની સામે ગુનો દાખલ કરવો જોઈએ
Valsad, Valsad | Jun 16, 2026