ગોધરા: શહેરના બહારપુરા વિસ્તારમાં આવેલ મારવાડીવાસમાં જુગાર રમતા 10 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા
ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકની ટીમે બાતમીના આધારે બહારપુરા મારવાડીવાસમાં આવેલ ચેતનભાઈ ચૌહાણના રહેણાંક મકાનમાં ઓચિંતો દરોડો પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતું. પોલીસે મકાનમાલિક સહિત પત્તા પાનાનો હાર-જીતનો જુગાર રમતા કુલ ૧૦ શખ્સોને રંગેહાથ ઝડપ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અમિતભાઈ, નિશાંતકુમાર, રમણભાઈ, ચેતનભાઈ, કિશનકુમાર, સંતોષભાઈ, રાજુભાઈ, સંજયભાઈ, જયેશકુમાર અને યોગેશભાઈનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી જુગારના દાવ તેમજ અંગ ઝડતીમાંથી ₹૮,૫૨૦ની રોકડ,