રાજુલામાં જૂની જીકાદ્રી એપ્રોચ રોડ પર ત્રણ નાળા-પુલિયા બાંધકામના ₹2 કરોડ 2 લાખના કામનો ખાતમુહૂર્ત ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યો. ધારાસભ્યએ જણાવ્યું કે લોકો માટે કામ કરવું એ જ તેમનું ધ્યેય છે અને આ પ્રોજેક્ટથી સ્થાનિક લોકોને આવજાવમાં વધુ સુવિધા અને સુરક્ષા મળશે.