બરવાળા: બરવાળા તાલુકાના રેફડા ગામે મારી રેકી કરે છે તેમ કહી લાફા મારી ધમકી આપનારા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
Barwala, Botad | Sep 17, 2025 બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રેફડા ગામે મારા ઘર પાસેથી જવાનું નહીં અને મારી રેકી કેમ કરે છે તેમ કહીને ઝઘડો કરી ત્રણ લાફા મારી ભુંડાબોલી ગાળો આપી ધમકી આપનારા ઉમેશભાઈ મનુભાઈ મકવાણા વિરૂધ્ધ બરવાળા પોલીસ મથકમાં અમૃતભાઈ જીવણભાઈ વાળા એ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.