કડી: કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે જીવદયા પ્રેમીઓ દ્વારા ગાડીની ટક્કરે મૃત પામેલ મુંગા પ્રાણીની દફનવિધિ કરી માનવતા મહેકાવી
Kadi, Mahesana | Oct 2, 2025 કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે 1 ઓક્ટોબરના સાંજે અજાણ્યા ફોરવીલ ગાડી ચાલકે એક મૂંગા પ્રાણીને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.જેની જાણ લક્ષ્મીપુરા ગામના ભગીરથ ટીમના યુવકોને થતા તેઓ તાત્કાલિક ત્યાં આવી પહોંચ્યા હતા.અને મૃત પામેલ કુતરા ના બચ્ચા ની દફનવિધિ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ તેમને જણાવ્યું હતું કે બેફામ દોડતા વાહન ચાલકોને નમ્ર વિનંતી છે કે આવા મૂંગા પ્રાણીઓનું ધ્યાન રાખવું જોઈએ તેમને પણ જીવ હોય છે.