વઢવાણ: LCB પોલીસે સાયલાના વખતપર ગામના પાટીયા પાસે જય માતાજી હોટલમાંથી ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો
સુરેન્દ્રનગર એલસીબી પોલીસ સાયલા પોલીસ મથકના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન વખતપર ગામના પાટીયા પાસે આવેલ જય માતાજી હોટલમાં વિદેશી બાકીના આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે રેડ દરમિયાન વિદેશી દારૂની બોટલ તથા બિયરના ટીન મળી કુલ નંગ ₹399 કિંમત રૂપિયા એક લાખ 39,770 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો આ ગુનામાં સંડોવાયેલા મુન્નાભાઈ ભુપતભાઈ સિહોર રહે . ખેરાલી વાળા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે