ગોધરા: સિવિલ હોસ્પિટલ નજીક રાત્રિના સમયે BSNL કેબલ ચોરીના પ્રયાસ મામલે ચાલી રહેલી પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી
ગોધરા શહેરના સિવિલ હોસ્પિટલ નજીક રાત્રિના સમયે BSNL કેબલ ચોરીના પ્રયાસ મામલે ચાલી રહેલી પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. આ સમગ્ર ચોરી પાછળ એક શાતિર ભેજાબાજનો હાથ હોવાનું બહાર આવ્યું છે, પકડાયેલા મજૂરો ગુજરાતી કે હિન્દી ભાષા સમજી શકતા ન હોવાથી, એ ડિવિઝન પોલીસે હવે ભાષા ટ્રાન્સલેટર (દુભાષિયા)ની મદદ લીધી છે. આ દુભાષિયાની મદદથી મજૂરોની પૂછપરછ કરીને, મુખ્ય સૂત્રધારની શોધખોળ હાથ ધરવામાં આવી છે." પોલીસ તપાસમાં સ્થાનિક ભાષા ન સમજી શકે તેવા આં