ઠાસરા: ડાકોર પો.સ્ટેના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ
Thasra, Kheda | Apr 3, 2024 મહે.ડી.જી.પી/આઈ.જી.પી સાહેબ તરફથી આપેલ નાસતા ફરતા ડ્રાઇવ સંબંધે પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢિયા સાહેબ નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે આજરોજ એલ.સી.બી સ્ટાફના માણસો દ્વારા ડાકોર પો.સ્ટેના ગુનામાં નાસતા ફરતા આરોપીને ચકલાસી વ્હોરવાડ મસ્જિદના નાકેથી ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.