તારાપુર: મોરજ ગામે 7 પરિવારના 19 લોકોએ કાયદાકીય બંધારણીય રીતે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો.
Tarapur, Anand | Oct 16, 2025 તારાપુર તાલુકાના મોરજ ખાતે ત ધર્મજ,ખાખસર, ગોલાણા,પેટલાદ,ગલિયાણા ગામના કુલ 7 પરિવાર ના 19 લોકોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે.પરિવાર સહિત ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ એકના પેટા નિયમ 3 મુજબ બૌદ્ધ ધમ્મ અંગીકાર કરી પોતાના મૂળ ધમ્મમાં ઘર વાપસી કરી હતી.આ દીક્ષા સમારોહ સમસ્ત આણંદ જિલ્લાના ઉપાસક ઉપાસિકા બૌદ્ધ સંઘ દ્વારા તેમજ મહા ગુજરાત બૌદ્ધ સંઘના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.આ બદલ આ તમામ દીક્ષાર્થીઓને અનંત અનંત મંગલ કામનાઓ પાઠવી હતી.