લીંબડી: નાનીકઠેચી ગામે જિલ્લા કોંગ્રેસ દ્વારા નળકાંઠા 17 ગામ કાર્યકર્તા આગેવાનો બેઠક યોજાઇ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
નાની કઠેચી ગામે જિલ્લા કોંગ્રેસ દ્વારા નળકાંઠા ના 17 ગામો ના આગેવાનો ની કોંગ્રેસ પક્ષ કાર્યકર્તા આગેવાનો બેઠક યોજાઇ જેમાં સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના ઇન્ચાર્જ પ્રમુખ વિક્રમભાઇ રબારી તથા લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ લઘધિરસિહ રાણ તથા પુર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખુસાલભાઇ જાદવ તથા જીલ્લા યુથ ઉપપ્રમુખ મેણીયા વિજયભાઇ તથા જિલ્લા ઓબીસી ઉપપ્રમુખશ્રી હરેશભાઇ સાગાણી તથા કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.