તલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વક્તાપુર ગામે રહેતા એક યુવાનને નવ મહિના અગાઉ સલાટપુર ગામના ઈસમે પૈસા રોકવાની લાલચ આપી ખાતામાં ભરાવી વક્તાપુરના યુવાનની જાણ બહાર સલાટપુરના ઈસમે અંદાજે રૂા. ૬.૯૬ લાખ મિત્રો મારફતે ઉપાડી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ શુક્રવારે તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી. આ અંગે વક્તાપુર ગામે રહેતા મન કલ્પેશકુમાર પટેલે નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત તા. રપ અને ર૬ માર્ચના સમયગાળામાં સલાટપુર