ગોધરા: સોશિયલ મીડિયામાં છવાઈ જવાની લ્હાયમાં ડીજે સંચાલકો છાકટા: મોરડુંગરા ગામે લગ્ન પ્રસંગમાં અસભ્ય ગીત વગાડનાર સંચાલકની અટકાયત
ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે લગ્ન પ્રસંગમાં બે ડીજે સંચાલકો વચ્ચે વર્ચસ્વ જમાવવાની હરીફાઈ થઈ હતી. સોશિયલ મીડિયા પર ફેમસ થવાની અને લાઈક્સ મેળવવાની ઘેલછામાં બંને સંચાલકોએ જાહેરમાં અત્યંત અસભ્ય અને અભદ્ર ગીતો વગાડ્યા હતા. આટલું જ નહીં, તેમણે આ ગીતોનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો હતો. આ બાબતની જાણ થતાં જ ગોધરા તાલુકા પોલીસે તાત્કાલિક કડક કાર્યવાહી હાથ ધરીને કાયદાનું ઉલ્લંઘન કરનાર ડીજે સંચાલકની અટકાયત કરી છે અને તેની કિંમતી સાઉન્ડ સ