તળાજા: કોદીયા ખેડૂતનો કમાલ: વિદેશી ફળ અવોકાડોની સફળ ખેતીથી લાખોની આવકનો માર્ગ ખુલ્યો
પરંપરાગત ખેતીને પાછળ મૂકી હવે ખેડૂતો બાગાયતી અને વિદેશી ફળોની ખેતી તરફ આગળ વધી રહ્યા છે. ભાવનગર જિલ્લાના નાનકડા કોદીયા ગામના પ્રગતિશીલ ખેડૂત દાનુભાઈએ પોતાના ખેતરમાં વિદેશી ફળ અવોકાડોની સફળ ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેશ-વિદેશમાં ભારે માંગ ધરાવતા અને સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક ગણાતા અવોકાડોનું એક ફળ બજારમાં અંદાજે ₹80થી ₹100 સુધી વેચાય છે. વધતી માંગને ધ્યાનમાં રાખીને દાનુભાઈએ યુટ્યુબ પરથી માહિતી મેળવી અવો