કડી: કડી છત્રાલ રોડ પર આવેલ કૉટન માર્કેટયાર્ડ સામેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક મળી કુલ રુ.19.58 લાખનો મુદ્દામાલ કડી પોલીસે ઝડપ્યો
Kadi, Mahesana | Oct 31, 2025 ગઈ તારીખ 31 ઓક્ટોબરના રોજ શરૂ થતી રાત્રિએ કડી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી,કે કડી છત્રાલ રોડ પર આવેલ સરદાર પટેલ કૉટન માર્કેટયાર્ડ ની સામે રોડની બાજુમાં અંધારામાં એક ટ્રક નંબર RJ 19 GE 0812 પાર્ક કરેલ છે.જે ટ્રકમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટ પણ ની ભારતીય બનાવટ ની વિદેશી દારૂની પેટીઓ ભરેલ છે.અને આ ટ્રકમાંથી બીજા વાહનોમાં વિદેશી દારૂની આપ લે કરી વિદેશી દારૂનું કટિંગ થઈ રહેલ છે.કડી પોલીસે કુલ 19.57 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.